ઈન્ટરનેટ પ્રોટોકોલશું છે ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ શું છે

 ઈન્ટરનેટ પ્રોટોકોલ શું છે ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ શું છે

ઇન્ટરનેટ પ્રોટોકોલ:
  • ઇન્ટરનેટ પ્રોટોકોલ એ IP ના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે . ઈન્ટરનેટ પ્રોટોકોલ એ બિન  ભરોસાપાત્ર અને જોડાણ વિહીન protocol છે
  • અહી જોડાણવિહીન  એટલે ડેટાના પ્રસારણ દરમિયાન ડેટા મેળવનાર અને મોકલનાર વચ્ચે કોઈ જોડાણ સ્થપાતું  નથી .
  •  બિન ભરોસાપાત્ર એટલે ડેટા સલામત રીતે યોગ્ય જગ્યાએ પહોંચ્યો કે નહીં તેની કોઈ પણ ખાતરી કરતું નથી.  
  • ડેટા પહોંચાડવાના શ્રેષ્ઠ પ્રયાસ માટે IP નો ઉપયોગ થાય છે.
  •   અહીં શ્રેષ્ઠ પ્રયાસ એટલે કે IP  ડેટાને તેના  સ્થાન સુધી યોગ્ય રીતે પહોંચાડવાના શક્ય તેટલા પૂરા પ્રયત્નો કરે છે પણ  કોઈપણ જાતની બાંયધરી  વગર.(વધુ વાંચો NETWORK PROTOCOL)

1. ઇન્ટરનેટનો  સર્વમાન્ય Protocol [TCP/IP]

  • ટ્રાન્સમીશન કંટ્રોલ પ્રોટોકોલને TCP ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. 
  • TCP એ એક જોડાણ સંબંધી અને ભરોસાપાત્ર પ્રોટોકોલ છે. 
  • જોડાણ સંબંધી એટલે ડેટાના પ્રસારણ દરમિયાન મોકલનાર (Sender) અને મેળવનાર (Receiver)વચ્ચે જોડાણ સ્થપાય છે.
  • તેમાં સૌપ્રથમ ડેટા મેળવનાર અને મોકલનાર વચ્ચે જોડાણ સ્થાપવામાં આવે છે.  એ પછી તેમની વચ્ચે ડેટાની આપ-લે કરવામાં આવે છે . 
  • ડેટાની  આપ-લેની પ્રક્રિયા જેવી પૂરી થાય કે તરત જ TCP  બંને વચ્ચેનું જોડાણ કાપી નાખે છે .
  • દાખલા તરીકે ડેટા મોકલવાનાર  સામે છેડે મેળવનાર વ્યક્તિને ડેટા પેકેટ્સ [Data Packets] ડેટા મોકલવા  ઈચ્છે છે તો આ માટે પહેલાં ડેટા મોકલનાર મેળવનાર  સાધનને પ્રથમ ડેટા પેકેટ મોકલશે.  ત્યારબાદ ડેટા મેળવનાર સાધન મોકલનાર સાધન ને પ્રથમ પેકેટ મળ્યા અંગે સંકેત મોકલે છે.  અને બીજા પેકેટ ની રાહ જુએ છે.  ડેટા મોકલનાર  સાધન મેળવનાર વ્યક્તિને સફળતા પૂર્વક ડેટા પહોંચ્યા હોવાની હકારાત્મક  સ્વીકૃતિ મેળવે છે આમ, TCP એ ડેટા મેળવનાર દ્વારા ડેટા પેકેટ મેળવવાની ખાતરી આપે છે.

ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ બે અલગ અલગ પ્રોટોકોલ છે .પરંતુ તે બંનેનો ઉપયોગ એક સાથે થતો હોય છે જેથી તે બંનેને  એકસાથે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ કહેવામાં આવે છે. 
  • TCP/IP ઇન્ટરનેટ પર ઉપયોગી સૌથી વધુ લોકપ્રિય  protocol છે. 
  • TCP/IP નો ઉપયોગ કરી ઈન્ટરનેટ પર રહેલા કમ્પ્યુટર તથા  સર્વર વચ્ચે સંચાર  સ્થાપિત કરી શકાય છે. 
  • ઇન્ટરનેટનો ઇન્ટરનેટ કોમ્યુનિકેશન protocol છે જે પેકેટ  સ્વિચિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે. 
  •  જ્યારે કોઈ માહિતી કે ડેટાને કોઈપણ કમ્પ્યુટર અથવા સર્વર દ્વારા ઇન્ટરનેટ પર મોકલાય છે.  ત્યારે TCP માહિતીને નાના-નાના
  •  યુનિટમાં  વિભાજિત કરે છે અને તે યુનિટને પેકેટ કહેવામાં આવે છે

  •  IP દરેક પેકેટને  એક વિશેષ એડ્રેસ આપે છે અને તેને ચોક્કસ સ્થાને પહોંચાડવા પાથ તૈયાર  કરી આપે છે. 
  • નેટવર્ક સાથે જોડાયેલું રાઉટર દરેક પેકેટને જરૂરી સ્થાને પહોંચાડવામાં મદદ કરે છે    

 2.  HTTP (હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ)


  •  હાઇપર  ટેક્સ્ટ ટ્રાન્સફર  પ્રોટોકોલ ને HTTP ના ટુંકા નામે પણ ઓળખવામાં આવે છે. 
  •  આ પ્રોટોકોલ વર્લ્ડ વાઇડ વેબ [WWW] પરના વેબપેજ ને જોવા માટે ઉપયોગમાં આવે છે. 
  •  આ પ્રોટોકોલ ડેટાને plain text ,હાઈપર ટેક્સ્ટ ,ઓડિયો,વીડિયો વગેરે સ્વરૂપે તબદીલ કરે છે. 
  • તેમ છતાં તે hyper text transfer protocol તરીકે ઓળખાય છે.  HTTP લગભગ FTP જેવું કાર્ય કરે છે, કારણ કે તે ફાઇલોની હેરફેર કરે છે અને TCP ની સેવાઓનો ઉપયોગ કરે છે. 


3 ગોફર

  • જે એક પ્રોટોકોલ  સોફ્ટવેર છે તેના દ્વારા દૂર રહેલા એટલે રીમોટ કમ્પ્યુટરમાંથી ફાઈલને શોધવી પ્રાપ્ત કરવા તથા તેને પ્રદર્શિત કરવાનું શક્ય છે.

 4. ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ [FTP] 


  • ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ટૂંકમાં FTP તરીકે ઓળખવામાં આવે છે. 
  • તે નેટવર્કમાંના એક કમ્પ્યુટર પરથી બીજા કોમ્પ્યુટર પર ફાઇલની હેરફેર કરવા માટે TCP/IPદ્વારા આપવામાં આવેલ એક પ્રમાણભૂત વ્યવસ્થા [સ્ટાન્ડર્ડ મિકેનિઝમ] છે. 
  • એક કોમ્પ્યુટર પરથી બીજા કોમ્પ્યુટર પર ફાઇલની હેરફેર કરવી એ નેટવર્કિંગમાં સૌથી સામાન્ય કાર્ય છે. 
  • નેટવર્ક સાથે જોડાયેલા કોઈપણ કમ્પ્યુટર તથા સર્વર વચ્ચે ફાઈલ ટ્રાન્સફર કરવા માટે FTP નો ઉપયોગ થાય છે. 

 5 ટેલિકમ્યુનિકેશન નેટવર્ક [TELNET]  

  • ટેલિકમ્યુનિકેશન નેટવર્ક ટૂંકમાં ટેલનેટ  તરીકે ઓળખવામાં આવે છે.  
  • કેટલીક વાર તેને ટર્મિનલ નેટવર્ક[Terminal Network ] તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  •  તે દૂર સ્થિત કોમ્પ્યુટર પર Login  થવા માટે અને નેટવર્ક પર સંચાર માટે શાબ્દિક સંચાર પૂરું પાડે છે. 
  •  TELNET સ્થિત  કમ્પ્યુટર સાથે એવી રીતે જોડાણ  સ્થાપે છે કે સ્થાપિત ટર્મિનલ જાણે કે દૂર સ્થિત ટર્મિનલ હોય. 
  •  TELNET એ દ્વિપક્ષીય શાબ્દિક  સંચાર વિનિયોગ[ સોફ્ટવેર] છે ,જે મૂળભૂત રીતે નેટવર્ક પર આભાસી ટર્મિનલ ક્રિયા પૂરી પાડવા બનાવાયું હતું. 
  •  આ સોફ્ટવેર મૂળભૂત રીતે નેટવર્કમાંના બે કમ્પ્યુટરને એકબીજા સાથે  સંચાર કરવા દેવા તૈયાર કરાયું હતું . 
  • કે જેથી પ્રથમ કમ્પ્યુટર પર કામ કરતો  ઉપયોગકર્તા બીજા કમ્પ્યુટર પરના ઉપયોગકર્તા  સાથે માહિતી સંચાર કરી શકે. 
  • અને એ પણ એવી રીતે કે જાણે ઉપયોગકર્તા  નું  ટર્મિનલ સીધે સીધું બીજા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય. 
  •  અહીં પ્રથમ કોમ્પ્યુટર કલાયન્ટ  [client] તરીકે જ્યારે બીજું કોમ્પ્યુટર સર્વર[server]તરીકે ઓળખાય છે. 

6  Mac address: media access control
  • MAC એડ્રેસ એ નેટવર્ક માં રહેલા દરેક ડિવાઇસને ઓળખવા માટે નો યુનિક નંબર હોય છે. 

  • ઇથરનેટ કાર્ડને વાઇ-ફાઇ કાર્ડ જેવા દરેક નેટવર્ક કાર્ડ પર MAC એડ્રેસ લખેલું હોય છે.  જેને બદલી શકાતું નથી.
  • MAC એડ્રેસ 2 ડિજિટના 6 હેક્ઝાડેસીમલ નંબર નું બનેલું હોય છે.

ઇન્ટરનેટ એડ્રેસ


  • ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કમ્પ્યુટરને તેની ઓળખ રૂપ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર [ISP/IP] એડ્રેસ આપે છે. 
  •  વિશ્વભરમાં ઇન્ટરનેટ સાથે જોડાયેલા બે કમ્પ્યુટરના IP એડ્રેસ ક્યારે સમાન હોઈ શકતા નથી. 
  • IP એડ્રેસ દ્વારા કમ્પ્યુટર પર ઉપયોગ થઈ રહેલા protocol તેનું લોકેશન વગેરે બાબતો જાણી શકાય છે. 
  • ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર જો કોઈ કમ્પ્યુટરને સ્થાયી IP એડ્રેસ આપે છે તો તેને  સ્ટેટિક IP એડ્રેસ કહેવાય છે. 
  • અને કોઈ કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે ત્યારે દરેક વખતે નવું IP એડ્રેસ અપાય તેને ડાયનેમિક IP એડ્રેસ કહેવામાં આવે છે
  •  ipv4 માં IP એડ્રેસ માટે 32 bit ના નંબર નો ઉપયોગ કરવામાં આવે છે  જે IP એડ્રેસ 4 જૂથનુ બનેલું હોય છે.  જેને  3 ડોટ  દ્વારા અલગ કરવામાં આવે છે. 
  •  IP સરનામું 32 bit નું   દ્વિઅંકી સરનામું છે
  •  ઇન્ટરનેટનો ઉપયોગ વધવાના કારણે 32 bit ઓછા પડવા લાગ્યા છે જે કારણોસર ipv6 વર્ઝન લોન્ચ થયું છે
  • જેમાં એક એડ્રેસ માટે 128-bit નો ઉપયોગ થાય છે.  ipv6માં ચાર હેક્ઝાડેસીમલ અંકોના આઠ સમૂહ હોય છે જેને :( કોલોન્સ ) દ્વારા અલગ કરવામાં આવે છે. 
  • જુદા જુદા અનેક કમ્પ્યુટરો ને નેટવર્કમાં જોડવામાં આવ્યા પછી નેટવર્ક પર દરેક કમ્પ્યુટરને એક ઓળખ હોવી જરૂરી છે. 
  • નેટવર્ક પરના દરેક કમ્પ્યુટરને ઓળખ માટે આપણે ઇન્ટરનેટ address   વ્યવસ્થાની જરૂર પડે છે.
  • નેટવર્ક માં જોડાયેલ દરેક કમ્પ્યુટર કે સાધન ને ચોક્કસ સરનામું હોય છે.  જે આખા નેટવર્ક માં એક અજોડ સરનામું હોય છે. 
  • નેટવર્ક પરના કોઈપણ સાધન ને જો બીજા સાધન તરફ કોઈ સંદેશો કે સંકેત મોકલવા હોય તો તેણે સંદેશા ની સાથે જ્યાં સંદેશો મોકલવો હોય તે સાધન નું સરનામું જોડવું પડે છે
  •  અહીં સંદેશો  દરેક સાધન સુધી પહોંચાડવામાં આવે છે. 
  •  દરેક સાધન પોતાની પાસે આવેલા સંદેશા ની સાથે આપેલ સરનામું પોતાના સરનામાં સાથે સરખાવી જુએ છે . 
  • અને તેનું સરનામું મળતું આવતું હશે તે સાધન સંદેશો સ્વીકારી લેશે જ્યારે બાકીના સાધનો આ સંદેશાને ધ્યાનમાં લેશે નહીં. 
  • જે અજોડ અને વૈશ્વિક સ્તર પર કોઈ host અથવા ઇન્ટરનેટ પરના કોઈ રાઉટર સાથે જોડાણ નક્કી કરે છે. 
  • એક જ નેટવર્ક પરના બે સાધનોના IP સરનામાં ક્યારેય એક જ હોઈ શકે નહીં. 

World wide web ( www)

શોધ : ટીમ બર્ન્સ લી  (ઇંગ્લેન્ડ)

  • વર્ષ 1993માં વર્લ્ડ વાઇડ વેબ (WWW) યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ (CERN) એ તમામ લોકો માટે ફ્રી માં ઉપલબ્ઘ કર્યું છે. 
  • તેને w3 અથવા વેબ પણ કહેવાય છે જે હાઇપરલિંક દ્વારા એકબીજા સાથે જોડાયેલી માહિતીઓનો વિશાળ સમૂહ છે જેને ઈન્ટરનેટમાં વેબ બ્રાઉઝર ની મદદથી મેળવી શકાય છે. 
  • WWWમાં  માહિતીને એક સ્થાનથી બીજા સ્થાન પર મોકલવા હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (http) નો ઉપયોગ થાય છે. 
  • WWW દ્વારા ઈન્ટરનેટ ને ઇન્ફર્મેશન હાઈવે માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. 
  • WWW ઉપર સ્ટોર થયેલા દરેક પેજને વેબપેજ કહેવાય છે જે પેજ (HTML) હાઈપર ટેક્સ્ટ માર્કઅપ  લેંગ્વેજ નો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. 
  •  તથા તે  હાઇપરલિંક થી એકબીજા સાથે જોડાયેલા હોય છે. 
  • વેબ પેજને જ્યાં સ્ટોર કરવામાં આવે છે તે સ્થાન ને વેબસાઈટ કહેવાય છે. 
  • વેબસાઈટ ના પ્રથમ પેજ કે મુખ્ય પેજ ને homepage કહેવાય છે કોઈ પણ વેબસાઈટ ને ઓપન કરતા તેના હોમપેજ દેખાય છે. 
  •  http દ્વારા ઇન્ટરનેટ સેવા આપનાર કોમ્પ્યુટર ને વેબ સર્વર અને તે સેવાનો ઉપયોગ કરનારને વેબ ક્લાયન્ટ કહેવામાં આવે છે. 
  • ઇન્ટરનેટ માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ એટલે TCP/IP નો ઉપયોગ થાય છે જ્યારે WWW માં http નો ઉપયોગ થાય છે. 
  • ઇન્ટરનેટ મેળવવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને ચોક્કસ ફી ચૂકવવી પડે છે જ્યારે WWW માટે કોઈ ફી ચુકવવાની રહેતી નથી.
  •  આમ WWW એક   સુવિધા છે જેનાથી સુધી પહોંચવા માટે ઇન્ટરનેટ એક જરૂરી માધ્યમ છે. 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ