➡️ નેટવર્ક ડિઝાઇન
🔹નેટવર્ક એટલે શું
🔹કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા મુખ્ય ચાર બાબતો ની જરૂરિયાત હોય છે
➡️નેટવર્ક protocol
➡️નેટવર્કના વિવિધ પ્રકાર
🔹લોકલ એરિયા નેટવર્ક
🔹 મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક
🔹વાઈડ એરિયા નેટવર્ક
➡️ નેટવર્કના અન્ય પ્રકાર પ્રકારો Network Types
🔹પર્સનલ એરિયા નેટવર્ક
🔹હોમ એરિયા નેટવર્ક
🔹કેમ્પસ એરિયા નેટવર્ક
🔹એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ નેટવર્ક
🔹ગ્લોબલ એરિયા નેટવર્કગ્લોબલ
🔹બેકબોન નેટવર્ક નેટવર્કઓહ
Network Design , નેટવર્ક ડિઝાઇન
· નેટવર્ક ને ઘણી બધી અલગ અલગ રીતે ડિઝાઇન કરી શકાય પરંતુ મુખ્યત્વે બે પ્રકારે ડિઝાઇન કરવામાં આવે છે.
1.ક્લાયન્ટ/સર્વર નેટવર્ક
2.પિયર ટુ પિયર નેટવર્ક (Peer to Peer)
(1) ક્લાયન્ટ/સર્વર નેટવર્ક:
ક્લાયન્ટ સર્વર નેટવર્ક માં ડેટા સ્ટોર કરવા માટે એક કેન્દ્રીયકૃત સ્ટોરેજ હોયછે. જેને સર્વર કહેવામાં આવે છે. તે નેટવર્કમાં જોડાયેલા અન્ય કોમ્પ્યુટર સર્વરમાં રહેલા ડેટાને એક્સેસ કરી શકે છે તે તમામ કોમ્પ્યુટર ક્લાઈન્ટ કમ્પ્યુટર કહેવાય છે.આમ, આ નેટવર્ક ક્લાઈન્ટ સર્વર નેટવર્ક કહેવાય છે.
આ પ્રકારનાં નેટવર્કમાં જોડાયેલા દરેક કમ્પ્યુટર પાસે ડેટા પ્રોસેસ કરવાની એક સરખી પરવાનગી અને જવાબદારી હોય છે હોય છે. અહીં કોઈ કેન્દ્રીયકૃત સ્ટોરેજ હોતું નથી. પિયર ટુ પિયર નેટવર્કમાં જોડાયેલા કોમ્પ્યુટર એકબીજા સાથે ફાઈલ તથા ડેટાનું આદાન પ્રદાન કરી શકે છે.
નેટવર્ક એટલે શું ?
તે કમ્પ્યુટર નો એક સમૂહ છે જે સંદેશા વ્યવહાર તથા સંસાધનોના આદાન-પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે.
જ્યારે બે કે તેથી વધુ સાધનો એકબીજા સાથે જોડાય છે ત્યારે નેટવર્ક ની રચના થાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ અનેક પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ જેમ કે રેલ્વે, ટેલીફોન નેટવર્ક ,મોબાઇલ નેટવર્ક ,કમ્પ્યુટર નેટવર્ક વગેરે.
આમ જ્યારે બે કે તેનાથી વધારે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય છે ત્યારે કોમ્પ્યુટર નેટવર્ક ની રચના થાય છે .આમ કોમ્પ્યુટર નેટવર્ક માં બે કે તેથી વધુ કોમ્પ્યુટર નેટવર્ક માં જોડાવા માટે કો એકસિયલ વાયર ,સેટેલાઈટ ,ઇન્ફ્રારેડ, બ્રોડકાસ્ટ રેડીયો વગેરેનો ઉપયોગ થાય છે.
· બે કે તેથી વધુ કમ્પ્યુટરનું જોડાણ કે જેઓ એક બીજા સાથે માહિતીનું આદાન-પ્રદાન કરી શકે તેને નેટવર્ક કહે છે.
· કોમ્પ્યુટરનું આ કનેક્શન વાયરલેસ કે વાયર્ડ નેટવર્ક કનેક્શન હોઈ શકે છે.
· નેટવર્ક માં જોડાયેલા તમામ કોમ્પ્યુટરોએ સામાન નિયમો અને ધારાધોરણોનું પાલન કરવું પડે છે.
કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા મુખ્ય ચાર બાબતો ની જરૂરિયાત હોય છે
1. Protocol : માહિતીના આદાન-પ્રદાન
માટેના નિયમ
2. Medium : કોમ્યુનિકેશન માટેનું માધ્યમ
3.Receiver : માહિતી મેળવનાર
4. Sender : માહિતી મોકલનાર
નેટવર્ક protocol

પ્રોટોકોલ એટલે માહિતી ના સંચાર (બે કમ્પ્યુટરો વચ્ચે થતી માહિતીની આપ-લે) નું નિયમન કરતાં કેટલાક નિયમો. ટુંકમાં, નિયમોના સમૂહ ને પ્રોટોકોલ કહે છે.
· પ્રસારણ માટે સંચાર કરતા સાધનો વચ્ચે કેટલાક નિયમોનું પાલન જરૂરી છે
· Protocol વગ૨ બે સાધનો એકબીજા સાથે જોડાયેલાં હોવા છતાં તેમની વચ્ચે સફળતાપૂર્વક માહિતીની આપ-લે શક્ય બનતી નથી.
Network માં જોડાયેલા computer વચ્ચે માહિતી ના આદાનપ્રદાન સરળતાથી થી શકે તે માટે બનાવવામાં આવેલા નિયમો ના સમૂહ ને પ્રોટોકોલ કહેવામાં આવે છે.
1. HTTP : Hyper text Transfer
Protocol
2. FTP : File Transfer Protocol
3 . TCP/IP : Transmission Control
Protocol/Internet Protocol
4. SMTP : Simple Mail Transfer
Protocol
5. HTTPS : Hyper text Transfer
6. SLIP : Serial Line Internet
Protocol
Network Types (નેટવર્ક ના વિવિધ પ્રકાર)
1. લોકલ એરિયા નેટવર્ક(LAN-Local Area Network)
કોઈ એક રૂમ મકાન કે એક જ સંકુલમાં રહેલા કોમ્પ્યુટરો વચ્ચેના આંતર જોડાણને લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે.
·લોકલ એરિયા નેટવર્ક ને LAN ના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે.
· કોઈ ઓફિસ શાળા-કોલેજ કે કોઈ સંસ્થા માં આવેલા કમ્પ્યુટરોના નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક(LAN) કહેવામાં આવે છે.
·LAN માં જોડાયેલી કમ્પ્યુટર ની સંખ્યા પણ ઓછી તથા તેમાં માહિતીનું આદાન પ્રદાન પણ ખૂબ ઓછું થતું હોય છે.
·LAN પર જે, તે સંસ્થા કે શાળા કોલેજ નું નિયંત્રણ રહેલું છે.
·ઈથરનેટ LAN કનેકશન માટેની ખુબ જ પ્રસિદ્ધ ટેકનીક છે.
·LAN માટે કો-ઓકસિયલ કેબલ અથવા બસ ટોપોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે. ·LANને તેના કદ ના ઉપયોગ વડે કે પછી તેની ટોપોલોજી ના આધારે ઓળખી શકાય છે.
· LAN માત્ર એક જ ટોપોલોજી નો ઉપયોગ કરે છે. લોકલ એરિયા નેટવર્ક LANના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છ.
આ પ્રકારના નેટવર્ક ની રેન્જ 10 મીટર થી 100 મીટર કે પછી વધુમાં વધુ 1 કિલો મીટરની હોય છે
2. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક (MAN Metropolitan Area Network )
· મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કેબલ ટેલિવિઝન ની જેમ એકાદ નેટવર્ક હોય અથવા ૧૦ કિલોમીટરના વિસ્તાર માટે તે LAN નું વિશાળ જોડાણ પણ હોઈ શકે.
· એક જ શહેરના અલગ-અલગ કમ્પ્યુટર કે અન્ય કમ્યુનિકેશન ડિવાઇસને મેટ્રોપોલિટન એરિયા નેટવર્કની મદદથી જોડી શકાય છે
દાખલા, તરીકે એક જ શહેર કેબલ ટીવી કનેક્શન માટે MANનો જ ઉપયોગ કરી શકાય છે.
· એક જ શહેરમાં અલગ અલગ સ્થળે રહેલા લોકલ એરિયા નેટવર્ક ને પણ MANની મદદથી જોડી શકાય છે.
· મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક MANના ટૂંકા નામથી ઓળખાય છે.
· MAN નું સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી શહેરના મોટા વિસ્તારમાં ડેટા વહેંચીને ઉપયોગમાં લઇ શકાય છે.
3. વાઈડ એરિયા નેટવર્ક (WWW)
· LAN અને MAN માત્ર મર્યાદિત ભૌગોલિક વિસ્તાર આવરી લે છે.
· આ બંને પ્રકારના નેટવર્ક ખૂબ જ દૂરના વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટરો ને નેટવર્કમાં જોડી શકવા સક્ષમ નથી.
· LAN અને MAN ને આ ભૌગોલિક મર્યાદા ના ઉકેલ રૂપે વાઈડ એરીયા નેટવર્ક નો ઉપયોગ થાય છે.
· વાઈડ એરીયા નેટવર્ક ને WAN ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. WAN કમ્પ્યુટર નેટવર્ક ઓપ્ટિકલ ફાઈબર કેબલ કે સેટેલાઈટ કરવામાં આવે છે દા.ત.ઇન્ટરનેટ.
ઇન્ટરનેટમાં જોડાયેલા કમ્પ્યુટરોએ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે WAN માં ડેટા ટ્રાન્સમિશન સ્પીડ ઓછી તથા ત્રુટી રહેવાની સંભાવના વધુ છે.
પરંતુ WAN વેશ્વિક સ્તરનું ખૂબ મોટું નેટવર્ક હોવાથી તેને લોંગ હોલ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.
·WAN કોઈ એક દેશ, માં કોઈ એક ખંડમાં કે પછી સમગ્ર વિશ્વમાં વિસ્તારી શકાય છે.
·ટૂંકમાં ઇન્ટરનેટ WAN છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે
નેટવર્કના અન્ય પ્રકારો
1. પર્સનલ એરિયા નેટવર્ક (PAN)
· કોઈ ઓફિસ કે સંસ્થામાં પોતાના જ કમ્યુનિકેશન ડિવાઇસથી બનાવવામાં આવેલું નેટવર્ક પર્સનલ એરિયા નેટવર્ક(PAN) તરીકે ઓળખાય છે.
· પર્સનલ એરિયા નેટવર્ક નો વિચાર આપનાર પ્રથમ વૈજ્ઞાનિક થોમસ ઝિમ્મેર મેન છે.
· PAN થી જોડાયેલા કોમ્પ્યુટરો એક જ પ્રિન્ટર કે અન્ય ડિવાઇસ નો પણ ઉપયોગ કરી શકે છે.
· PAN કનેક્શન વાયરલેસ કનેક્શન હોય તો તેને વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક પણ કહી શકાય.
· કોઈ વ્યક્તિ તેના લેપટોપ સાથે મોબાઈલ બ્લૂટૂથ વગેરે કનેક્ટ કરી નેટવર્ક બનાવે તેને પણ પર્સનલ એરિયા નેટવર્ક (PAN)કહી શકાય.
· રોજિંદા જીવનમાં આપણે આવા જ પ્રકારના નેટવર્ક નો ઉપયોગ કરતા હોઈએ છીએ.
2. હોમ એરિયા નેટવર્ક (HAN)
· ઘરમાં રહેલા અલગ-અલગ ડિવાઇસને કનેક્ટ કરી બનાવવામાં આવેલા નેટવર્ક ને હોમ એરિયા નેટવર્ક કહી શકાય દાખલા તરીકે PC (પર્સનલ કોમ્પ્યુટર), ટેબલેટ, સ્માર્ટફોન, પ્રિન્ટર્સ , ટીવી વગેરે.
3. કેમ્પસ એરિયા નેટવર્ક (CAN)
·કોઈ કંપની શાળા કોલેજ કે યુનિવર્સિટીના કેમ્પસમાં રહેલા કોમ્પ્યુટરનું નેટવર્ક કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખાય છે.
· CANનો સંપૂર્ણ કંટ્રોલ જે કે સંસ્થા કે કંપની પર હોય છે.કેમ્પસ એરિયા નેટવર્ક CAN એક પ્રકારે LAN જ છે.
· કોઈ સરકારી કે પ્રાઇવેટ સંસ્થા, ઓર્ગનાઈઝેશન, યુનિવર્સિટી ,કેમ્પસમાં રહેલા LAN ને કનેક્ટ કરી બનાવવામાં આવેલા નેટવર્કને પણ કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે
જેમાં એક બિલ્ડિંગના નેટવર્ક ને બીજા બિલ્ડિંગના નેટવર્ક સાથે જોડવામાં આવે છે.
4 એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ નેટવર્ક(EPN)
·કોઈ કંપની દ્વારા પોતાની અલગ-અલગ ઓફિસ અથવા સાઇટ કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નેટવર્ક ને એન્ટરપ્રાઇઝ નેટવર્ક પ્રાઇવેટ નેટવર્ક( EPN) કહેવામાં આવે છે.
5 ગ્લોબલ એરિયા નેટવર્ક (GAN)
·ગ્લોબલ એરિયા નેટવર્ક એ વર્લ્ડ વાઈડ નેટવર્ક છે જે વૈશ્વિક નેટવર્ક ને કનેક્ટ કરે છે.ઇન્ટરનેટે એ ગ્લોબલ એરિયા નેટવર્ક (GAN) નો ઉદાહરણ છે.
6 બેકબોન નેટવર્ક (BBN)
· બેકબોન કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય કમ્યુનિકેશન મીડીયમ હોય છે.જે અલગ-અલગ કોમ્પ્યુટર નેટવર્ક ને એકબીજા સાથે જોડે છે.
· અલગ-અલગ લોકલ એરિયા નેટવર્ક ને WAN સાથે જોડવાનું કામ બેકબોન નું છે.
· બેકબોન નેટવર્ક હાઇ બેન્ડવિડ્થ, હાઈ સ્પીડ તથા large કેપીસીટિ ધરાવતું કમ્યુનિકેશન મીડીયમ છે.
· બેકબોન નેટવર્ક માં ડેટા ટ્રાન્સમિશન માટે બસનો ઉપયોગ થાય છે. જેને માહિતી માટેના સુપર હાઇવે તરીકે પણ ઓળખવામાં આવે છે.


0 ટિપ્પણીઓ