અત્યારના સમયમાં વાયરસ દરેક જગ્યાએ કમ્પ્યૂટરને અસર કરે છે. આજના સમયમાં ઘણી જાતના વાયરસ કમ્પ્યુટરને નુકસાન કરે તેવા આવી ગયા છે.દરેક વ્યક્તિ વાયરસ ના લીધે હેરાન છે.ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા વાયરસ કોમ્પ્યુટર ને ક્ષતી પહોંચાડે છે.

હાલમાં કોમ્પ્યુટર ને
બચાવવા માટે માર્કેટમાં ઘણા બધા જેમાંથી એન્ટિવાયરસ સોફ્ટવેર પ્રોગ્રામ ઉપલબ્ધછે જેમાંથી સ્યૂટેબલ એન્ટિવાયરસ
તમે વાપરી શકો છો.જેમકે એન્ટી માલવેર સોફ્ટવેર એન્ટીવાયરસ સોફ્ટવેર વગેરે ને લગતા
છે,એવા
ઘણા બધા સોફ્ટવેર છે જેનાથી વાયરસ થી બચી શકાય છે. જેનેે આપણા pc કે લેપટોપમાં આપણે સેટ
કરી શકાશે.
(2) કોમ્પ્યુટર પર વાયરસની થતી અસરો:
જ્યાં પણ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં હોઈએ ત્યાં વાયરસ ના લીધે આપણને ઘણી અગવડો અનુભવીએ છીએ જેનાં કારણે આપણું કામ ખરાબ થઈ જાય છે. ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય છે.ઓનલાઇન કામ કરતાં હોઈએ તેને પણ નુકસાન કરે છે આ ટોપિક માં આપણે વાયરસ થી કેવી રીતે કોમ્પ્યુટરને બચાવીએ તેના વિશે જોઈશું.
કોમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં કોઈપણ જાતના વાયરસની અસર થઇ રહી છે તે કેવી રીતે ખબર પડશે.તો કોમ્પ્યુટરની સ્પીડ જઈઓછી થઈ જાય છે દરેક કામ અટકી જાય છે, કેટલીક એવી એપ્લિકેશન હોય છે કે વ્યવસ્થિત કાર્ય કરી શકતી નથી. અને ઘણા સોફ્ટવેર પણ ખરાબ થઈ જાય છે, સમયાંતરે જે કામને વિપરીત અસર કરે છે, કોમ્પ્યુટરની મેમરી પણ ખરાબ થઈ જાય છે ઓરીજનલ સાઈઝ પણ જોઇ શકાતી નથી એટલી ખરાબ થઈ જાય છે અચાનક કોમ્પ્યુટર બંધ થઈ જાય છે, અથવા વારંવાર રિસ્ટાર્ટ થાય છે જેથી આપણા કામને અસર થાય છે,સોફ્ટવેરના ડ્રાઈવરને પણ અસર થાય છે તે પણ ખરાબ થઈ જાય છે તેની કાર્યશૈલીને ધીમી પડે છે આપણા કોમ્પ્યુટરમાં ફોલ્ડરો આપમેળે જ બનવા માંડે છે ફાઇલનો ડેટા પણ કરપ્ટ થઈ જાય છે અથવા આખી ફાઇલ નષ્ટ થઈ જાય છે.
ઓપરેટિંગ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. સમસ્યાઓનો સામનો કરવો પડે છે
વાઇરસથી બચવાની કેટલીક ટિપ્સ:
કોમ્પ્યુટરના ડેટાનો ચોક્કસ સમયે બેકઅપ રાખવો જેનાથી વાયરસ થી બચી શકાય છે.જેથી, કોમ્પ્યુટરમાં વાયરસ ફેલાતોઅટકાવી શકાય છે આમ તમારા કોમ્પયૂટર બચાવવા તકેદારી રાખશો તો બચી શકો છો. અને કોઈપણ આડઅસર કે વગર આપના પીસી ને સારી રીતે વાપરી શકીએ છીએ આ ટિપ્સ ને ફોલો કરીને કમ્પ્યુટર ને બચવી શકાય છે.
આ ટિપ્સ ફોલો કરો
સીડી કે પેન ડ્રાઇવનો ઉપયોગ કરતાં પહેલાં તેને સ્કેનમાં મૂકવી જોઈએ. જેથી તેમાં રહેલો ડેટા પહેલાથી જ સ્કેન કરેલો હશે. તો કોમ્પ્યુટરમાં તેનો વાયરસ કમ્પ્યુટરમાં નહિ જાય તો કમ્પ્યુટરને નુકસાન નહીં કરે.
ઘણીવાર આપણા Pc માં ઇન્ટરનેટ વાપરવાથી મેસેજ ની લેવડ દેવડ થાય છે. જેનાં કારણે કોઈ મેસેજ એવા હોય છે જેની સાથે સાથે વાયરસ પણ આવી જાય છે. જેવો આપણે મેસેજ open કરીએ છીએ તેની સાથે વાયરસ પણ આવી જાય છે. જે સીધું આપણા Pc ને ઇફેક્ટ કરે છે.જે અજાણ્યા લોકો તરફથી આવતા મેસેજ ક્યારે પણ ખોલી ને જોવા નહીં, તો જ તમે. તમારા કોમ્પ્યુટરને વાયરસથી બચાવી શકો છો.તમારા કમ્પ્યૂટરમાં પાસવર્ડ અવશ્ય રાખવો જેથી તમારા કોમ્પ્યુટરની સાથે કોઈ ચેડા નહીં કરી શકે. તેમજ કોઇપણ સોફ્ટવેર ઉપયોગ કરતા પહેલા તેની તપાસ કરી લેવી અને સારામાં સારો સોફ્ટવેર વાપરવો કોમ્પ્યુટરના પાસવર્ડને સમય જતાં બદલતા રહેવું, કોઈ એક પાસવર્ડ ઉપર આધારિત ન રહેવું તેમજ એન્ટી માલવેર પ્રોગ્રામ પણ ઉપયોગ કરવો જોઈએ.

3 ટિપ્પણીઓ
👌👌
જવાબ આપોકાઢી નાખોThanks
જવાબ આપોકાઢી નાખોThanks
જવાબ આપોકાઢી નાખો