E-commerce (ઈ કોમર્સ) નો પરિચય:
ઇન્ટરનેટ પ્રકારના ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઉત્પાદનનું ખરીદ-વેચાણ સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને ઈ-કોમર્સ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
E-commerce એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ.
E-commerce લોકોને સમય અને અંતરના અવરોધોને દૂર કરી વૈશ્વિક બજાર અને વ્યવસાયિક તકોનો લાભ લેવાની સુવિધા પૂરી પાડે છે.
આજકાલ પુસ્તકો ઇલેક્ટ્રોનિક સાધનો, મોટરકાર ,પ્રવાસન યોજનાઓ, હોલીડે પેકેજ તેમજ અન્ય અનેક પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનો ઈ-કોમર્સ ઓનલાઈન થાય છે.
E-commerce નો વિનિયોગ:
E-commerce નો બહોળો ઉપયોગ માર્કેટિંગ અને વેચાણ માલ ની હરાજી બેન્કિંગ અને વીમા જેવી નાંણાકીય પ્રવૃત્તિઓમાં થાય છે. ઓનલાઇન પુસ્તકોની દુકાન ની સુવિધા આપતી પ્રચલિત વેબસાઈટ www.amazon.in. દર્શાવે છે.
E-commerce in India (ભારતમાં ઈ-કૉમર્સ )
E-commerce ની વૃદ્ધિ થવાના મુખ્ય પરિબળો છે, બ્રોડબેન્ડ, 3nd generation ની સેવાઓ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ, અને dongle જેવી તકનીક સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.
ભારતમાં
આશરે 80 ટકા
લોકો ઈ-કોમર્સ અંતર્ગત તત્કાલ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરીને ખૂશ છે.
The benefits of e-commerce (ઈ-કોમર્સ ના ફાયદાઓ ) :
- ગ્રાહકો સાથે પ્રત્યક્ષ શક્ય હોવાના કારણે કિંમત જ જથ્થા વિશેષતાઓ ની ખબર પડે છે.
- પ્રત્યક્ષ
સંવાદ
વધુ
સારી ગ્રાહક સેવા આપે છે.
- સંસ્થાઓ
અને અન્ય સંસ્થાઓ સાથે મળીને ઓનલાઇન ગ્રાહક સેવા ઉમેરવી અને સ્પર્ધાત્મક લાભ
ગ્રાહક વધુ પસંદ કરે છે.
- વધુ
સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી શકાય છે.
- જુથકાર્ય નો ઉત્તમ ઉદાહરણ email છે. (Email એટલે શું ?)
E-commerce ની વ્યવસાયિક પ્રતિકૃતિઓ:
E-commerce માં અનેક વ્યવસાયિક પ્રતિકૃતિઓ સૂચિત કરવામાં આવે છે પરંતુ અહીં રજૂ કરવામાં આવેલી પ્રતિકૃતિઓ સૌથી વધુ પ્રચલિત છે પ્રતિકૃતિનું વર્ગીકરણ સામાન્ય " કોણ કોને માં વેચે છે."E-commerce ની મુખ્ય વ્યવસાય પ્રતિકૃતિઓ નીચે મુજબ છે.
(1). Business to customer - B2C (વ્યવસાયી થી ગ્રાહક) :
ઇન્ટરનેટ દ્વારા વિવિધ વેબસાઈટના ઉપયોગ થી જે વ્યવસાય કે સંસ્થાઓ ગ્રાહકને તેમના ઉત્પાદન કે સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે ( વ્યવસાયી થી ગ્રાહક) Business to Customer -B2C પ્રતિકૃતિ ઉપયોગી બની છે.
વસ્તુ વેચનાર પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કોઈ પણ મધ્યસ્થી વિના સીધો જ ખરીદનારને કરી શકે છે અહીં ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક હોય છે.
Business to Customer -B2C (વ્યવસાયી થી ગ્રાહક) પ્રકાર પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે.
Business to Customer -B2C ( વ્યવસાયીથી ગ્રાહક) પ્રકારની પ્રતિકૃતિમાં ઉત્પાદન સરળતાથી અને ઝડપથી ખરીદી શકાતા હોવાને કારણે આજકાલ તે ગ્રાહકોમાં વધુ પ્રચલિત બન્યા છે.
Business to Customer -B2C પ્રતિકૃતિ ના ઉદાહરણ નીચે મુજબ છે.
www.amazon.in
www.Rediff.com
www.fsbmart.com
www.flipkart.com વગેરે વગેરે
(2) Business to Business-B2B (વ્યવસાયથી વ્યવસાય):
1. ઇન્ટરનેટ દ્વારા વેબસાઈટ ના ઉપયોગથી જુદા જુદા વ્યવસાયીઓ ઈ કોમર્સ ની પ્રવૃતિઓ કરે છે તેમના માટે Business to Business-B2B ( વ્યવસાયી થી વ્યવસાયી) પ્રતિકૃતિ ઉપયોગી બને છે.
Business to Business-B2B (વ્યવસાય થી વ્યવસાયી) બિઝનેસમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી હોય છે.
Business to Business-B2B (વ્યવસાયથી વ્યવસાયયી ) એ બિઝનેસ નો ઉપયોગ કરીને ઉત્પાદક વિતરક સાથે માલના જથ્થામાં થતાં ઘટાડા વિશે તત્કાલ સંવાદ કરી શકે છે. અને વિતરક તેનું ત્વરિત પ્રત્યુત્તર આપી શકે છે.
Business to Business-B2B (વ્યવસાયથી વ્યવસાય) બિઝનેસ પ્રકૃતિના ઉદાહરણ નીચે મુજબ છે.
www.Commodity.com
www.tradeindia.com
(3) Consumer to Consumer -C2C ગ્રાહક થી ગ્રાહક:
ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ થી જુદા જુદા ગ્રાહકો ઈ કોમર્સ ની પ્રવૃતિઓ કરે છે તેમના માટે Consumer to Consumer -C2C ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિ ઉપયોગી બને છે.
Consumer to Consumer -C2C ગ્રાહક થી ગ્રાહક પ્રતિકૃતિ કોઈપણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઑન લાઇન હરાજી અને જાહેરાતો દ્વારા તે ગ્રાહકો ને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પડે છે.
Consumer to Consumer -C2C ગ્રાહકથી ગ્રાહક વેબસાઈટ પર ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે છે
Consumer to Consumer -C2C ગ્રાહક થી ગ્રાહક પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ હરાજી માટે ની વેબસાઈટ છેConsumer to Consumer -C2C પ્રતિકૃતિ ના ઉદાહરણ નીચે મુજબ છે
www.eBay.com
www.oLx.com/www.oLX.in
www.Quiker. Com
(4) Consumer to Business -C2b (ગ્રાહક થી વ્યવસાય):
ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગ થી ગ્રાહક વડે ઉત્પાદન કે સેવા ની કિંમત નક્કી કરવામાં આવે છે. તેમના માટે Consumer to Business- C2b (ગ્રાહક વ્યવસાય) પ્રતિકૃતિ ઉપયોગી બને છે.
Consumer to Business -C2b (ગ્રાહકથી વ્યવસાય) પ્રતિકૃતિ એ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે.
ખરીદીની સામાન્ય પ્રક્રિયા ને ઉલટાવા માટે Consumer to Business C2b (ગ્રાહકથી વ્યવસાય) પ્રતિકૃતિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.Consumer to Business- C2b (ગ્રાહકથી વ્યવસાય) પ્રતિકૃતિ ના ઉદાહરણ નીચે મુજબ છે.
www.bidstall.com
www.jeetle.in
ઈ-કોમર્સ ની સરકાર ના સંદર્ભમાં પ્રતિકૃતિઓ:
ઈ-કોમર્સ ની વ્યવસાય પ્રતિકૃતિઓ માં કેટલી અન્ય વિવિધતા પણ જોવા મળે છે. ઈ કોમર્સ ની સરકાર ના સંદર્ભમાં પ્રતિકૃતિઓ એટલે કે મોડેલ
ઈ કોમર્સ model
નીચેના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
1.Government to Business- G2b (સરકારથી વ્યવસાયી)
2.Government to Citizen to -G2c (સરકારથી નાગરિક)
3.Government to government -G2G (સરકારથી સરકાર)
(1) Government to Business-G2b સરકારથી વ્યવસાયી:
સરકારી વેબસાઈટ ના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીને સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતી ને Government to Business-G2b ( સરકાર વ્યવસાયિક) પ્રતિકૃતિ કહે છે.
Government to Business-G2b (સરકારથી વ્યવસાયી) પ્રતિકૃતિ એ ગવર્નન્સ નો એક ભાગ છે.
ઉદાહરણ :
ભારત સરકારના કરવેરા વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in પર કરવેરા ને લગતા નિયમો વિવિધ નિયમો ,ફોર્મ અને કારવેરના ઓનલાઇન રિટર્ન ભરવા માટેની સુવિધા ઉપલબ્ધ છે . આ Government to Business-G2b પ્રતિકૃતિ એ ગોવર્નન્સ ની એક પહેલ છે.
(2) Government to Citizen -G2c (સરકારથી નાગરિક):
સરકારી વેબસાઈટ ના વિશાળ નેટવર્ક નો ઉપયોગ કરીને સ્વતંત્ર નાગરિક ને સારી અને અસરકારક સેવાઓની સુવિધા આપતી વેબસાઈટ ને Government to Citizen -G2c (સરકારથી નાગરિક) પ્રતિકૃતિ કહે છે Government to Citizen -G2c (સરકારથી નાગરિક) પ્રતિકૃગવર્નન્સ નો એક ભાગ છે.
Government to Citizen -G2c (સરકારથી નાગરિક)પ્રતિકૃતિ દ્વારા જુદા જુદા સરકારી ખાતાઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારના અરજી પત્રકો પ્રકારની માહિતી પૂરી પાડે છે.
ગુજરાત સરકારે નાગરિકોને ઉપયોગી થવા ના હેતુસર Gujarat State Wide area Network (ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક ), (GSWAN) નામનું નેટવર્ક વિકસિત કર્યું છે .
ગુજરાત સરકારની ગવર્નન્સની પહેલરૂપ ઓનલાઇન નેટવર્ક વેબસાઈટ www.gswan.gov.in પર નાગરિકને અસરકારક સેવાઓ આપતી સુવિધા ઉપલબ્ધ છે.
(3) Government to Government -G2G (સરકાર થી સરકાર):
એક સરકારી સંસ્થા એજન્સી કે વિભાગ એ અન્ય સરકારી સંસ્થા એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત(Non Commercial) સંદેશ વ્યવહાર કરે તેને Government to Government -G2G (સરકાર થી સરકાર) પ્રતિકૃતિ કહે છે.
Government to Government -G2G (સરકાર થી સરકાર) પ્રતિકૃતિ અંતર્ગત કરવામાં આવતું માહિતીનું વિવરણ નીચેની કામગીરીમાં મદદરૂપ બને છે.
E-commerce સમગ્ર વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે જ્યાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્થળે થી કોઈપણ વસ્તુ ખરીદી શકે છે.


0 ટિપ્પણીઓ