વાયરલેસ ટેકનીલોજી એટલે શું ?What is wireless technology ?

વાયરલેસ ટેકનોલોજી એટલે શું What is wireless technology ? 


આજનો ‌ સમય ટેકનોલોજીનો સમય છે.આ સમયમાં ટેક્નોલોજીનો જેટલો વિકાસ થયો છે તે આગળના સમયમાં ન હતો આજે આપણે દરેક વસ્તુ વાયરલેસ જોઈએ છીએ જેમકે ફોન , કોમ્પ્યુટર વગેરે, જેવી વસ્તુઓ આજે વાયરલેસ જોવા મળે છે.

વાયરલેસ ટેકનોલોજી માં અલગ અલગ કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવા માટે વાયર કનેક્શની જરૂર પડતી‌ નથી.ટેકનોલોજીમાં ઇન્ફ્રારેડ કિરણો ની મદદથી નેટવર્ક માં કમ્પ્યુટરને જોડવામાં આવે છે. આ આર્ટીકલ માં આપણે વાયરલેસ ટેકનોલોજી કેટલાં પ્રકારની છે તેનો અભ્યાસ કરીશું.

(1)Wi-fi ટેકનોલોજી વિશે પ્રથમ જોઈશું.


ટેકનોલોજીનો ઉપયોગ કમ્પ્યુટર ,મોબાઈલ, ટેબલેટ વગેરેમાં કરવામાં આવે છે.મોબાઈલ Hotspots અથવા વાયરલેસ  એક્સેસ પોઇન્ટની મદદથી કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડવામાં આવે છે તેને વાયરલેસ ટેકનોલોજી કહે છે.

wi-fi માં 2.5 GHz થી 5GHz ની ફિક્વન્સી વાળા signal નો ઉપયોગ કરવામાં આવે છે wifi hotspot ની મદદ થી ૧૦૦ મીટરની ત્રિજ્યા સુધીમાં વાયરલેસ નેટવર્કથી કોઈ મોબાઇલ કે ડિજીટલ ડિવાઈસ ને જોડી શકાય છે. તેથી તેને વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક (WLAN)તરીકે પણ ઓળખવામાં આવે છે.

(2) Li-fi ,Wireless technology:


ઇન્ટરનેટની દુનિયામાં ઝડપ ખૂબ જ અગત્યની બાબત છે. હાલમાં વપરાશમાં લેવાતી ટેકનોલોજી. wi-fi કરતા Li-fi ટેકનોલોજી સો ગણી ઝડપી હશે એવું કહેવામાં આવે છે' તેના દ્વારા ઇન્ટરનેટની સ્પીડ 1gbps લાવી શકાશે. મતલબ કે એચડી મુવીસ એચડી ગેમ એચડી વીડીયોસ વગેરે થોડી સેકન્ડોમાં ડાઉનલોડ કરી શકાશે .અને ઝડપથી જોઈ શકાશે તેની સ્પીડ ઘણી વધારે હશે એવું કહેવામાં આવે છે.લાઇ-ફાઈ એક વાયરલેસ ટેકનોલોજી છે તે wi-fi ની જેમ જ કામ કરે છે.




જે દશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે જેથી તેની ઝડપ નો અંદાજો લગાવી શકાય છે. આ ટેકનોલોજીમાં એલીડી લાઇટ ના માધ્યમથી ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવશે, અને કંઈક અંશે સારી પણ હશે. આ ટેકનોલોજીનો સૌપ્રથમ પ્રયોગ 2011માં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને તેઓ ખૂબ જ ઝડપી હશે એવું કહે છે. તેની શરૂઆત સ્ટાર્ટઅપ કંપની વેલમેની દ્વારા લાઇ-ફાઇ નો પ્રયોગ ચાલું કરાયું છે.આવનારા સમયમાં વાયરલેસ ટેક્નોલોજીની દુનિયામાં લાઇ-ફાઇ નો પણ ખુબ જ ઝડપી નેટવર્ક તરીકે સમાવેશ થશે.અને આજના સમયમાં વાઇફાઇ નો ઉપયોગ દરેક જગ્યાએ દરેક દેશમાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં થઈ રહ્યું છે. તેવી જ રીતે લાઇ-ફાઇ નો ઉપયોગ પણ થશે.

(3) Wi-max Wireless technology:

વાય મેક્સ નું પૂરું નામ વર્લ્ડ વાઈડ ઇન્ટર ઓપરેબિલિટીડો કે ડો ફોર માઇક્રોમેક્સ એક્સેસ છે, wi-max ની મદદથી લાંબા અંતરનો વાયરલેસ કનેક્શન બનાવી શકાય છે wi-maxની મદદથી અલગ-અલગ શહેરો કે તેનાથી વધુ અંતર નું વાયરલેસ નેટવર્ક પણ સ્થાપી શકાય છે.



 Wi-max થી data transmission speed 1gbps સુધીની હોય છે. Wi-max 3.3 થી 3.4 ghz આવૃતિની વચ્ચે કાર્ય કરે છે. તેની મદદથી બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ દ્વારા મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ પણ આપી શકાય છે અને Wi-max ને વાઇફાઇ નું મોટું સ્વરૂપ બની શકાય છે કારણ કે Wi-maxમાં 50 કિલોમીટર સુધી માં રહેલા કોમ્પ્યુટરને એકબીજા સાથે વાયરલેસ કનેક્શન માં જોડી ખૂબ જ ઝડપી ઈન્ટરનેટ સર્વિસ આપી શકાય છે.Wimax ઉપયોગથી એક મોટું વાયરલેસ નેટવર્ક બનાવવામાં આવે છે max- meકલોજી ની મદદથી ટેકનોલોજીની મદદથી વાયરલેસ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તૈયાર કરી શકાય છે.

(4) Bluetooth Wireless technology:

 Wireless technology માં ખૂબ ઓછા અંતરે રહેલા બે ડિવાઇસને radio signal ની મદદથી જોડવા માટે તેનો ઉપયોગ થાય છે બ્લૂટૂથ ટેકનોલોજીમાં 2.4 ghz થી GHz 2.8 GHz  સુધીનાં radio signal નો ઉપયોગ કરવામાં આવે છે.


બ્લૂટૂથ ની મદદથી બે મોબાઈલ કોમ્પ્યુટર, કીબોર્ડ ,માઉસ તથા અન્ય ડિવાઇસને જોડી શકાય છે. અત્યારના સમયમાં વાયરલેસ બ્લુટુથ ની મદદથી કોમ્પ્યુટર સાથે કીબોર્ડ અને માઉસ નો પણ ઉપયોગ થાય છે નજીક નજીક રહેલા કોમ્પ્યુટરોને બ્લૂટૂથ ની મદદથી  જોડી પર્સનલ એરિયા નેટવર્ક પણ બનાવી શકાય છે અને કોમ્પ્યુટરના યુએસબી પોર્ટ સાથે પણ કનેક્ટ કરી શકાય છે બ્લૂટૂથનો ઉપયોગ RS-237 ડેટાકેબલની જગ્યાએ કરવામાં આવી છે.

(5) વાયરલેસ એક્સેસ પોઇન્ટ ( WAP):

વાયરલેસ એક્સેસ પોઇન્ટ અલગ-અલગ ડિવાઇસને વાઈ-ફાઈ કે બ્લૂટૂથના ઉપયોગથી નેટવર્ક સાથે જોડે છે તેના માટે radio transmitter અથવા રિસીવરનો ઉપયોગ કરવામાં આવે છે.


તેમજ વાયરલેસ hotspot ની મદદથી વાયરલેસ નેટવર્ક દ્વારા ઇન્ટરનેટ સર્વિસ આપી શકાય છે તેમજ વાયરલેસ એક્સેસ પોઇન્ટ નો બીજો છેડો રાઉટર ની મદદથી નેટવર્ક બેકબોન સાથે જોડાયેલો હોય છે. વાયરલેસ એક્સેસ પોઇન્ટ(WAP)ને hotspot પણ કહેવાય છે 

(6) વાયરલેસ લોકલ લુપ(WLL):

વાયરલેસ લોકલ લૂપમાં હાઈ  બેન્ડવિડ‌્થ તથા high speed data transmission સાથે ટેલિફોનની સુવિધા પણ આપવામાં આવે છે.

(7) વાયરલેસ એપ્લિકેશન protocol:

 

વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલનો ઉપયોગ મોબાઇલ ફોન દ્વારા ઇન્ટરનેટ સેવાઓ મેળવવા માટે થાય છે તેમજ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલનો ઉપયોગ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન અને (GSM) અને code division multiple access (CDMA) mobile phone ટેકનોલોજીમા‌ કરવામાં આવે છે આવે છે આ‌ પ્રોટોકોલમાં મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ થકી ઇન્ફોર્મેશન મેળવવા વાયરલેસ નો ઉપયોગ પણ કરવામાં આવે છે તેથી જ આ વાયરલેસ એપ્લિકેશન પણ સારું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ