Troubleshooting‌ installation and best practices,કોમ્પ્યુટરને ક્ષતિરહિત રાખવા માટે


Troubleshooting installation and best practices કોમ્પ્યુટરને ક્ષતિરહિત રાખવા માટે

આ આર્ટિકલમાં આપણે નીચે પ્રમાણે કોમ્પુટર માં  ઉદ્ભવતી સમસ્યાઓથી કેવી રીતે કમ્પ્યુટરને ખરાબ થતું રોકી શકાય છે તેના વિષે જોઇશું. તથા તેને ક્ષતિરહિત રાખવા શું કરવું જોઈએ તે જાણીશું 


Troubleshooting નો પરિચય 

ઓપરેટિંગ સિસ્ટમ(OS) નું  Troubleshooting  

Troubleshooting  Tools (ટ્રબલ શૂટિંગ ટુલ્સ

Virus નું  troubleshooting

Application Error  (એપ્લિકેશન માં આવતી એરર)

કમ્પ્યુટર Turn on  દરમિયાન જોવા મળતી  Error


 Troubleshooting નો પરિચય :

કોમ્પ્યુટરને ક્ષતિરહિત રાખવા માટે તેની જુદી જુદી સમસ્યાઓ તથા તેના ઉકેલ નું જ્ઞાન હોવું જરૂરી છે.  તેથી જો કોમ્પ્યુટરમાં કોઈ સામાન્ય સમસ્યા ઉદ્ભવે તો તેને દૂર કરવા વિશેની માહિતી પણ હોવી જોઈએ તે  Troubleshooting તરીકે ઓળખવામાં આવે છે.



  • કોમ્પ્યુટરમાં હાર્ડવેર ને લગતી કોઈ મુશ્કેલીઓ શોધવા  અથવા તથા તેને યોગ્ય પરીસ્થિતી માં લાવવા Troubleshooting નો ઉપયોગ થાય છે. 
  •  હાર્ડવેર પ્રોબ્લેમ સમયે Troubleshooting  દરમિયાન કોમ્પ્યુટર ના કનેક્શન ચેક કરવાના રહેછે. 
  • જો કોમ્પ્યુટર સાથે જોડાયેલા કનેક્શન યોગ્ય રીતે ના જોડાયેલા  હોય તે હાર્ડવેર પ્રોબ્લેમ નું મુખ્ય કારણ છે. 
  • computer ના  જે સાધનમાં મુશ્કેલી હોય તેના અપડેટ ડ્રાઇવર છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ. 
  •  પ્રિન્ટર ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર હોય છે જે પ્રિન્ટર ડ્રાઇવર પ્રિન્ટરનો ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ કહેવાય છે. 
  •  મોનિટર અને વિડીયો કાર્ડ ની વચ્ચે લુઝ કનેક્શન ને કારણે મોનિટર સ્ક્રીન ના રંગો બદલતા રહે છે તેથી કનેક્શન યોગ્ય રીતે કરવા જોઈએ. 
  •  Troubleshooting થકી ઉપયોગ કરતા કોમ્પ્યુટર માં થતી વિવિધ સમસ્યાઓનું પોતાની જાતે જ નિવારણ લાવી શકે છે. 
  • Troubleshooting આપણે અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે જેથી યુઝરના પ્રશ્નોના સમાધાન માટે વિન્ડોઝને સરળતા મળે છે . 

  • Troubleshooting માટે start  > Help  અને Support વિન્ડો ઓપન કરો ત્યારબાદ Search માં જઈ પ્રશ્નો ટાઈપ કરી ‌Starting search બટન પર ક્લિક કરો.

Troubleshooting in Computer 
અલગ-અલગ  Error અને તેનું Troubleshooting

 (1) ઓપરેટિંગ સિસ્ટમ(OS) નું  Troubleshooting : 

  • Computer ને Shut down કર્યા વગર સીધે સીધુ બંધ કરવાથી ફરીવાર જ્યારે કમ્પ્યુટર શરૂ કરીએ ત્યારે તેમાં Error આવે છે . 
  • કમ્પ્યુટર સીધું જ  બંધ કરવાથી કમ્પ્યુટર સિસ્ટમ ની ઘણી ફાઈલો કરપ્ટ થઈ જાય છે.  તેથી કમ્પ્યુટર શરૂ થતું નથી. 
  • આ પ્રશ્નોના સમાધાન માટે ઓપરેટિંગ  સિસ્ટમની  CD નાખી કમ્પ્યુટર OS ને Repair અથવા Upgrade કરો. જેથી Delete અથવા  કરપ્ટ થઇ ગયેલી ફાઈલ ફરી પાછી કોપી થઇ જશે અને કમ્પ્યુટર સ્ટાર્ટ થશે. 
  • જો Repair કરવાથી કોમ્પ્યુટર શરૂ ન થાય તો તેને Format કરી ફરીથી OS Install કરવી. 
  •  ઓપરેટિંગ  સિસ્ટમમાં પણ ઘણા બધા કારણોસર ક્ષતિઓ પેદા થાય છે. જેમકે અગત્યની ફાઈલ નો નાશ થવો
  •  અથવા તેમાં ફેરફાર થવો તથા જો ઉપયોગ કરતા દ્વારા એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે હયાત ઓપરેટિંગ સિસ્ટમ સુસંગત ન હોય તોપણ ઓપરેટિંગ સિસ્ટમ નું કાર્ય બદલાઈ શકે છે અથવા બંધ થઈ શકે છે.ઓપરેટીંગ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે ઉપયોગકર્તા  કોઈપણ કારણસર તેની ફાઇલો સાથે ચેડાં ન થાય તે જોવું જોઇએ.

(2) Troubleshooting  Tools (ટ્રબલ શૂટિંગ ટુલ્સ)

  • આ ટુલ્સ માં જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે'   સ્કેન ડીસ્ક, disk cleanup, વગેરે છે . 
  •  આ બધા સોફ્ટવેરનો જો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો કમ્પ્યુટર ને સામાન્ય સમસ્યાથી બચાવી શકાય  છે .


  • કોમ્પ્યુટરમાં  કોઈ જગ્યાએ ખામી શોધવાં  માટેનો સરળ રસ્તો છે POST (Power - on - self -Test) જ્યારે કોમ્પ્યુટરનો વિજપ્રવાહ ચાલું કરવામાં આવે ત્યારે તે POST નો ઉપયોગ કરીને ચાલું  થાય છે. 
  •  POST કમ્પ્યુટરના મોટાભાગના હાર્ડવેરને ખૂબ ઊંડાણપૂર્વક  નહીં પરંતુ તે કાર્ય કરે છે કે નહીં તે  તપાસે છે. 
  • CPU ના ક્ષતિમાં કોમ્પ્યુટર નું ધીમું  પડવું અથવા વ્યવસ્થિત રીતે કામ ન કરવું અથવા તેના પર ઠંડક આપનારો પંખો બંધ થવો  વગેરે લક્ષણો હોય છે.
  •   ઇનપુટ ( નિવેશ) અને આઉટપુટ (નિર્ગમ) સાધનો બગડવાનું મુખ્ય કારણ તેમાં જામતી  ધુંળ  છે. 

 (3) Virus નું  troubleshooting:

  • કમ્પ્યુટર બગડવાના અન્ય કારણોમાં વાયરસ મુખ્ય ગણી શકાય.  વાયરસને કારણે પણ કમ્પ્યુટર ધીમું પડી જાય છે.  કેટલીકવાર કોમ્પ્યુટર એની જાતે જ બંધ થઈ જાય છે. 
  •  આના માટેનો સૌથી સરળ ઉપાય છે તે Antivirus Software  છે.  તે સોફ્ટવેરનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર ને બહારથી આવતા વાયરસથી બચાવી શકાય છે. 
  •  મોટાભાગે વાયરસ Floppy Disk ,CD અથવા ઇન્ટરનેટના માધ્યમથી આવતા હોય છે. 
  • Antivirus software   માં  Norton Antivirus , AVG Software  Macafee  Antivirus  વગેરેનો સમાવેશ થાય છે. 

(4) Application Error  (એપ્લિકેશન માં આવતી એરર):

  • ઘણીવાર એક સાથે ઘણા બધા પ્રોગ્રામ અને સોફ્ટવેર ખુલ્લા હોય ત્યારે અન્ય એપ્લિકેશન  ખૂલી શકતી નથી. 
  • અથવા ખુલે તો પણ  Not Responding આવે છે.  આ પરિસ્થિતિને કોમ્પ્યુટર હેંગ  થયું કહેવાય. 
  • આ સમસ્યાના સમાધાન માટે Alt + Ctrl + Del  કી પ્રેસ કરવાથી Task Manager Window  ખુલશે.
  •  જેમાંથી End Task પર ક્લિક કરવાથી શરૂ પ્રોગ્રામ બંધ થઈ જશે.  ત્યારબાદ જે- તે પ્રોગ્રામને ફરીથી શરૂ કરતા તે વ્યવસ્થિત રીતે શરૂ થશે. 

 (5) કમ્પ્યુટર Turn on  દરમિયાન જોવા મળતી  Error:

  •  ઘણી વખત કમ્પ્યુટરના હાર્ડવેર ડ્રાઇવર ખરાબ થઈ જવાથી કમ્પ્યુટર વ્યવસ્થિત શરૂ થઈ શકતું નથી.  
  • આ સમયે કમ્પ્યુટરની પાવર કી ઓન કર્યા પછી F8 કી પ્રેસ કરો.  જેનાથી   કમ્પ્યુટર Safe Mode કે    Normal Mode  માં શરૂ કરવું તેના  વિશે પૂછેશે. 
  • કોમ્પ્યુટર Safe  Mode માંથી શરૂ કરવાથી ઓછામાં ઓછા હાર્ડવેર સાથે તે શરૂ થશે.  ત્યારબાદ તેમાં ખરાબ થયેલી ફાઈલો ફરીથી ઇન્સ્ટોલ કરી કમ્પ્યુટરને Normal Mode માં ફરીથી શરૂ કરો.  હવે ફરીથી શરૂ કરવા  છતાં પણ શરૂ ન થાય તો Bootable CD ની મદદ લેવી.  
  • ઘણા બધા કારણોસર કોમ્પ્યુટર ચાલુ ન થઈ શકે પરંતુ તેમાંના અમુક સામાન્ય કારણો જે કોઈપણ ટેકનીકલ જ્ઞાન ન ધરાવતો માણસ સમજી શકે છે. તે મુખ્યત્વે નીચે પ્રમાણે કહી શકાય. 
  •  કમ્પ્યુટરને વીજ પુરવઠો પહોંચતો ન હોય જો વીજ પુરવઠો નિયમિત કરવા કોઈ સાધનો ઉપયોગમાં લેવાયા હોય અને તેમાં કોઇ ખરાબી હોય. 
  •  પ્રોસેસર મા ખરાબી  ઉદ્ભવી હોય. 
  • RAM માં ખરાબી ઉદ્ભવી હોય. 
  • જો ઉપરની બધી જ તપાસ બરાબર હોય છતાં કોમ્પ્યુટર ચાલુ ન થતું હોય તો પછી નીચે પ્રમાણે તપાસ કરવી જોઈએ . 
  •  તમે કોઈ નવું હાર્ડવેર નાખ્યું હોય તો તેના કારણે પણ ઘણી સમસ્યા  ઊભી થઇ હોય તેવું બને. 
  •  તેવા સંજોગોમાં તે હાર્ડવેર કાઢીને તપાસવું જોઈએ.  
  • જો નવી વધારાની મેમરી નાખી હોય તો તે પણ તપાસવી જોઇએ. 
  •  આ ઉપરાંત કોમ્પ્યુટર ચાલુ થતા બીપ (Beep)નો અવાજ આવે છે. 
  •  તેના ઉપરથી પણ કઈ સમસ્યા છે તથા ક્યાં છે તે જાણી શકાય છે. 
  •  જો કમ્પ્યુટર ચાલુ થતા એક જ બીપ વાગે તો બધુ બરાબર છે. 
  •  પણ જો એક કરતાં વધારે વાર બીપ વાગે બીપની  સંખ્યાના આધારે તપાસ કરી શકાય છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ