What Email v/s Gmail ? ઈમેલ એટલેશું ?

What Email v/s Gmail ? ઈમેલ એટલેશું ?

what Email v/s Gmail ?

આ આર્ટિકલમાં આપણે નીચે પ્રમાણે જાણકારી મેળવીશું. 

ઈમેલ એટલે શું? what Email v/s Gmail ?

How email work, ઈ-મેઈલ  કેવી રીતે કાર્ય કરે છે.

Email full form

Email Writing

Email Protocol

ઈમેલ એટલે શું




Email :   Email એટલે ઈલેક્ટ્રોનિક મેઇલ. ઇન્ટરનેટ દ્વારા સંદેશા મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે. Email  ના ઉપયોગ દ્વારા તમે થોડી જ સેકન્ડોમાં વિશ્વભરમાં બીજા ઇન્ટરનેટ ઉપયોગ કર્તા સાથે લેખિત  સંદેશા ચિત્રો ધ્વનિ વગેરેની આપ -લે કરી શકો છો. તમારી પાસે આ માટે Email ખાતુ હોવું જરૂરી છે જે મોટાભાગના Server  દ્વારા વિનામૂલ્યે અપાય છે.


Email V/s Gmail :m


 આપણે બધા ગુગલનો ઉપયોગ કરીએ છીએ.  ગૂગલના એકાઉન્ટમાંથી‌‌ જે મેઈલ આઈડી દ્વારા Mail મોકલીએ છીએ તેને  Gmailમાં આપણે મેળવીએ છીએ . જેને ( Google Mailકહેવામાં આવે છે.આમ Gmail   ગૂગલની  Email સર્વિસ છે.

How email work, ઈ-મેલ કેવી રીતે કાર્ય કરે છે?


 Email ખાતુ ધરાવનારા સૌ સાથે તમે ઈમેલનાં  ઉપયોગ દ્વારા સંદેશાઓની આપ-લે કરી શકો છો આ માટે તમારી પાસે  ઇન્ટરનેટનું જોડાણ Email ખાતુ તથા જે તે વ્યક્તિ સાથે તમે સંદેશા વ્યવહાર કરવા ઇચ્છતા હો તેના ઈમેલ સરનામાં ની જરૂર પડે છે. 

 Yahoo, Gmail તથા www.rediffmail.com, mail વિનામૂલ્યે ઈમેલ સેવાઓ આપે છે

Email and Gmail difference‌:  

આપણે વાતચીત કરવા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીએ છીએ. mobile phone ઈલેક્ટ્રોનિક ડીવાઈસ છે. 

પરંતુ આપણે તેમાં અલગ-અલગ કંપનીઓના સીમ કાર્ડ વાપરીએ છીએજેમ કે Jio , Vodafone- Idea, Airtel વગેરે. 

 તેવી જ રીતે ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ જે એક સેવા કે સર્વિસ છે .

જો ગૂગલના એકાઉન્ટ માંથી મેલ મોકલવામાં આવે તો તેને Gmail Google Mail કહેવામાં આવે છે. 

ગૂગલ સિવાય પણ અન્ય કેટલીક વેબસાઇટ છે જે Email સેવા પૂરી પાડે છે જે નીચે મુજબ છે.  

www.hotmail.com, www.yahoo mail.com, www.rediffmail com 

 Why email is Important : 


આજના સમયમાં ઈમેલ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે.કારણ કે દરેક વ્યક્તિ આજે ફોન તેમજ કોમ્પ્યુટર નો યુઝ કરે છે. ઇન્ટરનેટ નો યુઝ કરતાં દરેક વ્યક્તિ પાસે પોતાનો એક ઇમેલ એડ્રેસ હોય જ છે. 

ઇમેલ એડ્રેસ ના લીધે દરેક વ્યક્તિ પોતાના ઈમેલના ઉપયોગ દ્વારા સંદેશાઓની આપ-લે કરી શકે છે.આ માટે ઈન્ટરનેટનું જોડાણ તથા email ખાતુ હોવું જરૂરી છે .

જે વ્યક્તિ સાથે તમારે સંદેશા વ્યવહાર કરવું  હોઈ  તેના ઈમેલ સરનામા પર તમારે કોઈ પણ કામ  કે બિઝનેસ ને લગતા પત્રવ્યવહાર અને સંદેશાવ્યવહાર ઈ-મેઈલ દ્વારા કરી શકો છો.

 આજના સમયમાં નાનો હોય કે મોટો દરેક બિઝનેસમાં સંદેશાવ્યવહાર માટે ઇમેલ ખુબ જરૂરી બની ગયું છે.

Email full form Email :

 ઇલેક્ટ્રોનિક મેઇલ જેને ગુજરાતીમાં વિજાણું ટપાલ કહે છે. વર્ષો પહેલા જ્યારે મોબાઈલ અને ઈન્ટરનેટ નહોતું ત્યારે સંદેશાઓ મોકલવા પત્ર નો ઉપયોગ થતો હતો.

 કમ્પ્યુટર ક્ષેત્રમાં પ્રગતિ થતા આ પત્રો કમ્પ્યુટર મારફત ઇલેક્ટ્રોનિક રીતે મોકલવાની શરૂઆત થઈ આમ ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવતા  (email) ને ઇલેક્ટ્રોનિક મેઇલ કહે છે

Email નો ઉદ્ભવ:

Email નો વિકાસ અમેરિકી વૈજ્ઞાનિક રો ટોમ લિન્સન દ્વારા કરવામાં આવ્યો હતો. વિશ્વનો પ્રથમ Email Ro Tomlinson ને ૧૯૭૧માં ARPANET નેટવર્ક માં મોકલ્યો હતો. જેમાં તેણે ડેસ્ટિનેશન સર્વર સાથે યુઝરનેમને લીન્ક કરવા @ નો ઉપયોગ કર્યો હતો.


 Email ક્લાયન્ટ સર્વર મોડલ પર કાર્ય કરે છે ઈ-મેલમાં text ઓડિયોવિડિયો ફોટો વગેરે પણ અટેચ કરી મોકલી શકાય છે.


 ઈમેઈલ મોકલવા તથા મેળવવા વ્યક્તિ પાસે ઇમેલ એડ્રેસ હોવું જરૂરી છે જે ઇમેલ સર્વિસ પ્રોવાઇડર પાસે ઇમેલ એકાઉન્ટ ઓપન કરી મેળવી શકાય છે.  


 ઇમેલ એડ્રેસ તથા પાસવર્ડનો ઉપયોગ કરી યુઝર ઈમેલ સર્વર સાથે જોડાયેલો હોય છે જેને login કહેવામાં આવે છે. 


  Email સર્વર દરેક ઇમેલ એકાઉન્ટ ધારક ને ચોક્કસ મેમરી આપે છે.


  ઇમેલ એડ્રેસ માટે દરેક યુઝર પોતાનું યુઝરનેમ પસંદ કરે છે.પરંતુ યુઝરનેમ પહેલાંથી જ અસ્તિત્વમાં હોય તો તે યુઝરનેમ મળી શકે નહીં.

Email writing :

ચાલો હવે  Email કરતાં શીખીએ. 
નવો મેઈલ મોકલવા કમ્પોઝ બટન પર ક્લીક કરવાયનું હોય છે.

Compose પર ક્લિક કરતા નવા મેઈલ માટેની એક window open થાય છે. 
















ઈમેલ મેસેજ
 આ મેઈલ વિન્ડોના મુખ્ય ચાર ભાગ પડે છે
1 Email Header
2 Greeting
3 Text
4 Signature
 
1. Email Header :

Email    :મેસેજને વિન્ડો માં જોવા મળતી પ્રથમ પાંચ લાઇન Email Header કહેવાય છે.

From     : ઈમેલના ‌જેણે મોકલ્યું છે તેનું ઈમેઈલ એડ્રેસ હોય છે.

Date      : ઈમેઈલ જ્યારે મોકલવામાં આવ્યો હોય ત્યારની તારીખ અને સમય દર્શાવે છે
To          : જેને મોકલવાનું છે અથવા મોકલાયેલો છે તેનું એડ્રેસ હોય છે.
Subject :ઈમેઈલ નું શીર્ષક હોય છે.
CC        :કોઈપણ મેસેજ ને જો ઈમેલ દ્વારા એક કે તેથી વધુ વ્યક્તિઓને માહિતી માટે                             મોકલવાનો હોય તો  Email એડ્રેસમાં વધારાના લોકોનું ઇમેલ એડ્રેસ કાર્બન કોપી                      (CC)  કોલમ માં લખાય છે.
 
                 કાર્બન કોફીથી કોપી થી Email મેળવનાર જાણી શકે છે કે આ ઈમેજ મેલ તેના                           સિવાય કયા  કયા લોકોને  મોકલાયો છે.

BCC :

             કાર્બન કોફીની કોપી ની સમાન જ છે પરંતુ તે બંનેમાં અંતર એટલું છે કે કાર્બન                           કોપીમાં Email મેળવનારને ખ્યાલ હોય છે કે ઈમેઈલ કયા કયા લોકોને મોકલાયો છે                   જ્યારે બ્લાઇન્ડ કાર્બન કૉપી મા Email મેળવનારને ખ્યાલ નથી આવતો  આ Email                  અન્ય કયા કજ્યારે યા વ્યક્તિને મોકલાયેલો છે.

2.  Greeting:

           ગ્રેટીંગ  Email મેસેજમાં સંબોધન કરવામાં આવ્યું  હોય તેને કહેવામાં આવે છે. દા.                     ત.Respected  sir , / Madam વગેરે.
3 .Text:
           Mail માં મોકલવાનો મુખ્ય સંદેશો અહીં ડિસ્પ્લે કરવામાં આવે છે. 
 
4. Signature:
           Email મેસેજનો આ છેલ્લો ભાગ છે જેમાં મોકલનારનું નામ નંબર એડ્રેસ કંપનીનું નામ કંપનીમાં                     ધારણ કરેલું પદ વગેરે હોય છે.

Email : સાથે સંબધિત કેટલાક શ્બ્દો 

 Address book :

Email સેવામાં બનેલી એડ્રેસ બુકમાં ઇમેલ એડ્રેસ  સ્ટોર કરી શકાય છે. જેમાંથી જરૂરિયાત અનુસાર ઈમેલ મોકલી શકાય છે. એડ્રેસ બુકમાં સ્ટોર કરવામાં આવેલા ઇમેલ એડ્રેસ ને ટાઈપ કરવાની જરૂર નથી હોતી પરંતુ તેને સિલેક્ટ કરી To ,cc, BCc , બોક્સમાં નાખી શકાય છે.

 મેઈલિંગ લીસ્ટ:
જે ઇમેલ ની એક વિશેષતા છે જેના દ્વારા કોઈ મેસેજ એક સાથે અનેક લોકોને મોકલી શકાય છે. મેઈલિંગ લીસ્ટ માં ઈમેઈલ મેળવનારના  ઇમેલ એડ્રેસ સ્ટોર હોય છે જેથી કોઈ મેસેજ ‌ મેઈલિંગ લીસ્ટ માં મોકલવામાં આવે તો ઈમેઈલ  સર્વર તે મેસેજને લીસ્ટ માં સ્ટોર કરાયેલા દરેક ઇમેઇલ એડ્રેસ ને  મોકલી આપે છે.

 Attachment  :

Email સાથે ટેક્સ, ટેબલ ,ગ્રાફિક્સ ,ઓડિયો ,વીડિયો વગેરે જેવી કોઇ પણ ફાઇલ જોડવાને અટેચમેન્ટ કહેવામાં આવે છે. Email વિન્ડોમાં પેપર ક્લિપ નું  ચિત્ર વાળો આઇકોન હોય છે. જેના પર ક્લિક કરવાથી અટેચમેન્ટ ડાયલોગ બોક્સ ઓપન થાય છે જેમાં અટેચ કરવામાં આવનાર ફાઈલનું  નામ કે મેમરી માં તેનું લોકેશન ઉમેરવાથી તે ફાઈલ Email સાથે જોડાઈ જાય છે
 Priority : 

કોઈ Email મેસેજમાં priority  પસંદ કરવાનો વિકલ્પ હોય છે. ઈમેલને લો, નોર્મલ તથા હાઈ એમ ત્રણ પ્રાયોરિટી હોય છે. હાઈ પ્રાયોરિટી વાળા Email મેસેજના  ટેક્સ નો રંગ લાલ હોય છે જ્યારે Email ની‌  default પ્રાયોરિટી નોર્મલ હોય છે. જો ઈ-મેલમાં પ્રાયોરીટી નક્કી ન કરાઈ હોય તો તે Email ને નોર્મલ પ્રાયોરિટી  વાળો મનાય છે.

Replay :  
આપણને મળેલા Email નો જવાબ મોકલવો હોય તો તેને રીપ્લાય કહેવાય છે જેમકે સબ્જેક્ટ બોક્સમાં RE:  હોય છે. જે રીપ્લાય દર્શાવે છે. 
 Foreword : 
From     : મોકલનારનું ઇમેલ એડ્રેસ.
To         : મેળવનાર નો Email એડ્રેસ.
Subject : Email મેસેજ નો વિષય.
Body     : Email મેસેજના ટેક્સ્ટ તથા તેની સાથે જોડાયેલા એટેચમેન્ટ ના icon.

 Email protocol  :

ઉપલબ્ધ મેઈલ સર્વિસ માટે બનાવવામાં આવેલા નિયમોના સમૂહને Email protocol કહે છે

 Email protocol માં અલગ-અલગ મુખ્ય ચાર protocol કોનો સમાવેશ થાય છે.

1. Simple mail transfer protocol (SMTP)
SMTP એ ઇન્ટરનેટ પર Mail મોકલવા માટેનું સ્ટાન્ડર્ડ protocol છે. SMTP મુખ્ય ત્રણ પોર્ટમાં કાર્ય કરે છેPort 25, Port 2525, Port 465
 2.Internet Message Access Protocol (IMAP)
IMAP એ Email  પુનઃપ્રાપ્ત કરવા તથા રીમોટ વેબ સર્વર પર ઇમેઇલ ને એક્સેસ કરવા માટેનો સ્ટાન્ડર્ડ protocol છે.
3. Post Office Protocol 3 (POP3)
POP3 એ રીમોટ સર્વરમાંથી લોકલ ક્લાયન્ટ માં Email મેળવવા (પ્રાપ્ત કરવા )માટેનો સ્ટાન્ડર્ડ Protocol છે.
 4. Multi-purpose Internet  Extension (MIME)
MIME એ મેઈલમાં ટ્રાન્સફર થનારા ડેટા, ગ્રાફિક્સ, ફાઈલ ને સમજવા માટે જવાબદાર સ્ટાન્ડર્ડ Protocol છે.
 Network Pr
otocol 

( વધુ વાંચો internet  protocol )



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ